Gujarat Monsoon 2025 : ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની શરુઆત, ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલે કરી દિધી મોટી આગાહી

By Jay Vatukiya

Published on:

Gujarat Monsoon 2025

Gujarat Monsoon 2025 : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે પવન અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. રાજ્યમાં ત્રણ દિવસ સુધી ભારે પવન અને છૂટાછવાયા વરસાદ પડી શકે છે. આ સમય દરમિયાન પવનની ગતિ 20 થી 50 કિમી પ્રતિ કલાકની રહેશે.

Gujarat Monsoon 2025

અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં ૫ થી ૯ જૂન દરમિયાન અણધાર્યો વરસાદ થવાની સંભાવના છે.

9 થી 12 જૂન દરમિયાન મુંબઈ અને મહારાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત 12 થી 16 જૂન દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે 18 જૂન પછી રાજ્યમાં ચોમાસાની જોરદાર શરૂઆત થશે. 22 થી 30 જૂન દરમિયાન સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ પડશે. અંબાલાલ પટેલ ચોમાસા દરમિયાન રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરે છે.

આવતીકાલે 10 જિલ્લામાં વરસાદની આગાહી

હવામાન વિભાગની (IMD) આગાહી મુજબ, આવતીકાલે ગુજરાતના 10 જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડશે. આવતીકાલે અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી છે. આવતીકાલે આ વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડી શકે છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. ગુજરાતના 10 જિલ્લામાં છૂટાછવાયા મધ્યમ વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં ચોમાસુ ક્યારે આવશે?

મુંબઈમાં ચોમાસુ પહોંચી ગયું છે. પરંતુ રાજ્યમાં હજુ સુધી ચોમાસુ સત્તાવાર રીતે શરૂ થયું નથી. હવામાન વિભાગે પણ રાજ્યમાં ચોમાસાના પ્રવેશની જાહેરાત કરી નથી. છેલ્લા અઠવાડિયાથી ગુજરાતમાં વાવાઝોડાની પ્રવૃત્તિને કારણે કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે, પરંતુ ગુજરાતે હજુ પણ ચોમાસાના વરસાદ માટે રાહ જોવી પડશે.

હવામાન વિભાગના મોડેલ મુજબ, હાલમાં ગુજરાતમાં એવી કોઈ સિસ્ટમ સક્રિય નથી જેના દ્વારા ચોમાસુ ઝડપથી ગુજરાતમાં આવી શકે. ઉલ્લેખનીય છે કે પૂર્વીય રાજ્યોમાં ચોમાસુ દસ્તક આપી ચૂક્યું છે. અરબી સમુદ્રમાં રચાયેલ ચક્રવાત સિસ્ટમ મહારાષ્ટ્ર તરફ વળી ગઈ છે, અને મહારાષ્ટ્રમાં પણ ચોમાસુ વહેલું આવી ગયું છે. ટૂંકમાં, હાલમાં રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ ન હોવાથી અને ચોમાસાનો વરસાદ લાવનારી કોઈ સિસ્ટમ ન હોવાથી, આપણે હજુ પણ રાજ્યમાં ચોમાસાના આગમનની રાહ જોવી પડશે. હવામાન વિભાગના મોડેલ મુજબ, દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સાથે 4 જૂન સુધી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ જુઓ : 💵 Google Pay Personal Loan : Google Pay दे रहा है ₹800000 तक का पर्सनल लोन, घर बैठे ऐसे करें अप्लाई

Leave a Comment