Gujarat Rain Update : ખેડૂતો આનંદો, આંદમાન નિકોબારમાં ચોમાસાની થઈ ધમાકેદાર એન્ટ્રી, ગુજરાતમાં આ તારીખે પહોંચશે ચોમાસું હવામાન વિભાગે કરી આગાહી…

By Jay Vatukiya

Published on:

Gujarat Rain Update

ચોમાસાને લઈને સારા સમાચાર છે. હવામાન વિભાગે મોટી જાહેરાત કરી છે. ચોમાસું અપેક્ષા કરતા વહેલું આવી રહ્યું છે. ચોમાસું આંદામાન અને નિકોબારમાં પ્રવેશી ગયું છે. ચોમાસું સામાન્ય કરતા 2 દિવસ વહેલું આવી ગયું છે. 15 મેના રોજ આંદામાનમાં ચોમાસું શરૂ થશે. હવે 3-4 દિવસમાં ચોમાસું અરબી સમુદ્રમાં સક્રિય થશે.

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી એકદમ સચોટ રહી છે. IMD એ 6 મે ના રોજ કરેલી આગાહીમાં 13 મે ની તારીખ આપી હતી. બીજી તરફ, કેરળમાં ચોમાસું 27 મે ના રોજ બેસી શકે છે. હવામાન વિભાગે ચોમાસાની તારીખ જાહેર કરી છે. જ્યારે આગાહીમાં 4 દિવસ વધ–ઘટ થવાની શક્યતા છે. ગયા વર્ષે ચોમાસું 30 મે ના રોજ બેઠું હતું. છેલ્લા 20 વર્ષમાં આ તારીખ 19 વખત સાચી પડી છે.

સામાન્ય રીતે, આંદામાનમાં પહોંચ્યા પછી એક મહિનાની અંદર ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થાય છે. તેથી જો બધી પરિસ્થિતિઓ અનુકૂળ રહે, તો ચોમાસું 30 દિવસમાં ગુજરાતમાં પહોંચી શકે છે.

ઉલ્લેખનીય છે કે ચોમાસું આગમનમાં 15 વર્ષનો રેકોર્ડ તોડી શકે છે. ચોમાસાનું આગમન 15 વર્ષમાં સૌથી વહેલું હોઈ શકે છે. કેરળમાં ચોમાસું વહેલું શરૂ થઈ શકે છે. સ્કાયમેટના મતે, કેરળમાં ચોમાસુ 29 મે પહેલા બેસી શકે છે. છેલ્લે 2009માં 23 મેના રોજ ચોમાસુ આવ્યું હતું. IMD એ 27 મેના રોજ તેના આગમનની આગાહી કરી છે. કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે.

આ પણ જુઓ : 💵 Google Pay Personal Loan : Google Pay दे रहा है ₹800000 तक का पर्सनल लोन, घर बैठे ऐसे करें अप्लाई

Leave a Comment