Cyclone Dana: આજે ઓડિશા સાથે ટકરાશે વાવાઝોડું ‘દાના’, આ રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર, શું ગુજરાતને થશે અસર?

By Jay Vatukiya

Published on:

 

દાના વાવાઝોડું : દાના વાવાઝોદાને કારણે ઓડિશામાં 24 થી 25 ઓક્ટોબર સુધી દરેક જગ્યાએ તકેદારી વધારી દેવામાં આવી છે. ઓડિશા અને બંગાળમાં તોફાનથી બચવા માટે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. ઓડિશામાં NDRFની 288 ટીમો તૈનાત કરવામાં આવી છે. ચક્રવાતની તીવ્રતાનો અંદાજ લગાવ્યા બાદ 14 જિલ્લાના 10 લાખ લોકોને સુરક્ષિત કેમ્પમાં ખસેડવામાં આવી રહ્યા છે.

આ વાવાઝોડાની અસર ઓડિશાથી લઈને બંગાળ, બિહાર અને ઝારખંડ સુધી જોવા મળી શકે છે. આ  વાવાઝોડું રાષ્ટ્રીય ઉદ્યાન અને પુરીના ધમરા બંદર વચ્ચે ટકરાશે. IMD અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલું ઊંડું દબાણ વાવાઝોડાનું સ્વરૂપ લઈ રહ્યું છે અને 15 કિમી પ્રતિ કલાકની ઝડપે ઓડિશા તરફ આગળ વધી રહ્યું છે. હાલમાં તે પારાદીપથી 560 કિમી અને સાગરદ્વીપથી 630 કિમીના અંતરે છે.

ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે

દાના વાવાઝોડું ગુરુવાર 24 ઓક્ટોબરની રાત્રે અથવા શુક્રવાર 25 ઓક્ટોબરની સવારે બંગાળના પુરી તટ અને સાગર દ્વિપ કિનારે અથડાશે.  આ સમયગાળા દરમિયાન પવનની ઝડપ 100 થી 120 કિમી પ્રતિ કલાકની રહી શકે છે. હવામાન વિભાગે 24 અને 25 ઓક્ટોબરે બંગાળ અને ઓડિશા સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, અંગુલ, પુરી, નયાગઢ, ખોરધા, કટક, જગતસિંહપુર, કેન્દ્રપારા, જાજપુર, ભદ્રક, બાલાસોર, કેઓંઝર, ઢેંકનાલ, ગંજમ અને મયુરભંજ જેવા જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે કેરળ, ઝારખંડ, તમિલનાડુ, મણિપુર, ત્રિપુરા, ઝારખંડ, આસામ અને મેઘાલયમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં શું કરી હવામાન વિભાગે આગાહી?

જણાવી દઈએ કે આ વાવાઝોડાની ગુજરાત પર અસર થવાની શક્યતા ઘણી ઓછી છે. દાના વાવાઝોડું ગુજરાતથી સેંકડો કિલોમીટર દૂર છે અને ઓડિશા અને પશ્ચિમ બંગાળ સાથે ટકરાશે. ઉપરાંત, વર્તમાન હવામાનની આગાહી મુજબ, ગુજરાતના મોટાં ભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

Leave a Comment