ચોમાસા અંગે પરેશ ગોસ્વામીની મોટી આગાહી, જુનમાં ક્યારે વરસાદ આવશે તેની તારીખ આપી

By Jay Vatukiya

Updated on:

 

2025નું ચોમાસુ કેવું રહેશે?

પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસું ૧૦ થી ૧૫ દિવસ મોડું શરૂ થવાની પ્રબળ શક્યતા છે. ૧૫ જૂને ગુજરાતમાં ચોમાસું પ્રવેશે તેવી કોઈ શક્યતા નથી..પરંતુ આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાનું છે. સામાન્ય ચોમાસું એટલે કે ૯૮ થી ૧૦૬ ટકા વરસાદ પડવાની શક્યતા છે. સામાન્ય ચોમાસું આપણી ખેતી માટે અનુકૂળ માનવામાં આવે છે.

સામાન્ય ચોમાસુ એટલે સારી ખેતી

ચોમાસા અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી છે કે 2025નું ચોમાસુ સામાન્ય રહેશે. 98 થી 106 ટકા વરસાદ પડવાની શક્યતા છે. સામાન્ય ચોમાસુ ખેતી માટે અનુકૂળ માનવામાં આવે છે.

મે-જૂનમાં આવશે મોટા ફેરફારો

હાલમાં, ગરમ ઉનાળો જોવા મળી રહ્યો છે. પરંતુ આગામી દિવસોમાં એટલે કે મે મહિનામાં બે થી ત્રણ વખત પ્રિ-મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળી શકે છે. આગામી સમયમાં, ગરમ ઉનાળો જોવા મળશે. મે મહિનામાં બે થી ત્રણ વખત પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. એપ્રિલ મહિનામાં પ્રિમોન્સૂન એક્ટિવિટી થવાની કોઈ શક્યતા નથી. પરંતુ 14 થી 18 મે દરમિયાન પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. મેના છેલ્લા અઠવાડિયામાં બીજી પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. રોહિણી નક્ષત્ર 25 મેથી શરૂ થાય છે, જે પ્રિમોન્સૂન એક્ટિવિટીની શક્યતા વધારે છે. જૂનના બીજા અઠવાડિયામાં પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળે તેવી શક્યતા છે.

એપ્રિલમાં ગાજવીજ સાથે વરસાદ પડશે.

હવામાન વિભાગ સ્કાયમેટે માહિતી આપી છે કે 21 એપ્રિલ સુધી બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક પછી એક પહાડીઓ તરફ આગળ વધશે. જેના કારણે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષા થવાની શક્યતા છે. આ વિસ્તારોમાં ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે ભૂસ્ખલન અને કાદવ ધસી પડવાનું જોખમ પણ વધશે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં ધૂળની આંધી સાથે વાવાઝોડા અને વાદળો પણ આવી શકે છે. જેના કારણે વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. પૂર્વ ભારતમાં બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઝારખંડના પૂર્વ ભાગો તેમજ આંધ્રપ્રદેશ અને ઉત્તરપૂર્વીય રાજ્યોમાં વાવાઝોડા, જોરદાર પવન અને વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ કરા પણ પડી શકે છે. જ્યારે આગામી દિવસોમાં ગુજરાત, રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં હીટવેવની શક્યતા છે.

Leave a Comment